અષાઢી વાદળી
અષાઢી વાદળી
1 min
303
ઓઢી અષાઢી વાદળી, આવ તું વરસાદમાં,
ભીંજાય ચુંદડી, 'ને ભીંજવુ તનેય, આવ તું વરસાદમાં,
રૂપ નીતરતું જોઇને ભાન ભુલ્યું આ કુદરત પણ,
આવ પ્રણય પંથે હેલી ઉતાર મારા તું હાર્દમાં.
હૈયાના મિલનની નાવ લઈ આવ તું બસ તું આવ,
કિનારે આવી મને મજધારે લઇ જાવ તું,
માટીની મહેક સમ ફેલાણી હવામાં.
સુવાસ તારી મારા શ્વાસ આવ તું વરસાદમાં,
એ કયાં જાણે, શું મજા છે,વરસતા વરસાદમાં;
ધરણીની પ્યાસ બુઝાય, તું વરસે જો ધોધમાર,
ઝીંદગીભર, ચુભતા રહયા જે મને કંટક,
વ્હેતા થયા વ્હેણ વરસતા વરસાદમાં,
આવીશ તું ,એક દિન, એ આશમાં ને આશમાં,
ખ્વાબની ઓઢી પછેડી, જાગ્યા કરું વરસાદમાં.
