અસીમ અનંત
અસીમ અનંત
1 min
7.3K
આખરે સવા મહિનાનો આવ્યો અંત,
પણ યાદો તેની અસીમ અને અનંત
સમયે દીવો પ્રક્ટ્યો ઘરમાં અને ગંગા જળ છંટાયું
સંતા કુકડી રમતા રમતા, કોઈ કાયમ માટે સંતાયું
રંગીન કપડાં ધારણ કર્યા ને શ્વેત વસ્ત્રોનું માન સમેટાયું
કોઈક ગયું એવું અચાનક કે કોઈ જીવતે જીવ દટાયું
મનોરંજનના યંત્રો ફરી શરૂ થયા ઘરમાં ગીત નવું ગવાયું
મનતો માને કે હજુ એ આવશે જે હતુ સૌથી સવાયું
મંદિરમાં જવાનું શરૂ થયું ભક્તિમય વાતાવરણ રચાયું
આ દુઃખ મારું મન જાણે કે ,મે કેમ કરી તે પચાયું
તાવડો મૂક્યો અને અવનવું ભોજન સ્વાદ ખાતર તરાયું
સ્વાદ ગયો ને એ નાદ ગયો કોઈ થયું હંમેશને માટે પરાયું
હાસ્ય વિનોદ કરતા થયા બધાં મોં બધાનું હરખાયું
મા એ મા જ હોય બાપ! ઊંડે સુધી પરખાયું
આખરે સવા મહિનાનો આવ્યો અંત,
પણ યાદો તેની અસીમ અને અનંત!