અફવાઓના
અફવાઓના
1 min
120
અફવાઓના ના ભરશો તમે ગાડા,
રસ્તામાં આવશે બહુ મોટા ખાડા,
ગબડી જશો સાવ અચાનક આઘા
બચાવવા નહિ પડે પછી કોઇ આડા,
મજા લૂંટવાની મળી શકે મોટી સજા,
રોવાના આવશે જોજો પછી દા'ડા,
સત્ય હોય એવી વાત જ કરજો રજૂ,
જૂઠના ભલે હોય સામે મોટા ધાડા,
ખોટી વાતના ના હોય કદી આણા,
પખાલીને મળે ડામ, બચી જાશે પાડા.
