અફાટ ઘૂઘવાટ
અફાટ ઘૂઘવાટ
1 min
146
એ દોસ્ત મારો અફાટ અને અનંત,
ઘૂઘવતો ભૈરવ જાણે મોટો મહંત,
મારા હૈયાના ગાગરમાં સમાવી લઉં,
મારી દરેક સાંજનો સાક્ષી સામંત,
એની છેક દૂર મને ક્ષિતિજો દેખાય,
મનેય ઉગવાનું મન થાય સૂરજ કંત,
નિશાએ તારા શ્વાસ સંભળાય છે,
સતત સળવળતો ખુમારી ને ખંત,
ઉછળતા મોજનો શણગાર સજે,
ને ક્યારેક શાંત સમાધીમાં શોભે સંત.
