અનુભવ શિક્ષક
અનુભવ શિક્ષક
1 min
283
આજ ક્યાં ! મારા માટે તો હર એક દિવસ શિક્ષક દિન વિશેષ છે,
જ્યાં મારા ગુરૂજીઓ દ્વારા શિખાડવામાં આવેલ સંસ્કારો છે,
આજે માતા-પિતાની આંગળી પકડી પગભર થઈ જવાય છે,
તો બેનોનો પ્રેમ અને ભાઈની રક્ષા મળી જાય છે,
મિત્રોનો સહકાર તો સ્નેહીનો સાથ મળી જાય છે,
મારા વિદ્યાર્થીઓ પાસે શીખવા મળતો અનુભવનો નિચોડ છે,
ભૂલકાઓ પાસેથી શીખવા મળ્યું દરેકને માફ કરી દેવાનું છે,
પાટી-પેને શીખવાડ્યું ભૂતકાળ ભૂસી આગળ વધવાનું છે,
રસ્તાઓ શીખવાડી ગયા તારું બસ આગળ ચાલવાનું રોજ છે,
દુઃખ પણ બોલી ગયું રાહ જો સુખ પણ આવે જરૂર છે,
