અંતરમન જ્યારે
અંતરમન જ્યારે
1 min
200
અંતરમન જ્યારે બાળક બનવા ઈચ્છે તો તારા એંધાણ વરસાદ....
લેહરાતી હવા સાથે કોઈની યાદોનું વાવાઝોડું આવે...એટલે તારા એંધાણ વરસાદ...
બસ મન ચઢે ચકરાવે ને મનગમતું સંગીત સાંભળવાનું મન થાય એટલે તારા એંધાણ વરસાદ....
મારી બારીમાંથી જ્યારે વાદળો ચાલતા દેખાય ને એને કેમેરામાં કેદ કરવાનું મન થાય એટલે તારા એંધાણ વરસાદ..
ઉકળાટ ને ગરમીથી કંટાળેલા શરીરને જ્યારે ઠંડો વાયરો સ્પર્શ કરી જાય...એટલે તારા એંધાણ...."વરસાદ".
