અંત કે આરંભ
અંત કે આરંભ

1 min

12K
અંત પછી આરંભ
આરંભ પછી અંત,
સનાતન સત્યનું ચક્ર
આમ જ ચાલે નિત્ય,
રાત પછી સવાર
સવાર પછી રાત,
સમયનું ચક્ર ચાલે
માનવ મન ન સમજે,
સુખ પછી દુઃખ
દુઃખ પછી સુખ,
આવન જાવન ચાલે
માનવ તેમાં ભ્રમે,
આશાને આકાક્ષાનું
ચક્કર એવું ફરે,
આરંભથી અંતને
કરમ એવા ફૂલ પાવે.