STORYMIRROR

BINAL PATEL

Others

4  

BINAL PATEL

Others

અનોખી વાત

અનોખી વાત

1 min
284

તાકાતની વાત આવે એટલે હું કામે લાગુ છું,

બળથી નહિ હું કળથી ચાલુ છું,

કોણ કહે છે કે મારી કોઈ વિસાત નથી ?

શ્યાહી સંગ મળી હું કમાલ બતાવું છું,


કોણ કહે છે કે હું જીવંત નથી ?

સદીઓ સુધી બસ શબ્દોની સંગ હું જીવું છું,

કોણ છે સાહેબ જેને મારુ વળગણ નથી ?

મનની વાતને હું કલમ સંગ કોતરાઉં છું,


દોસ્ત,

બહુ તાકાત છે મારી શ્યાહીમાં

'ને લખનારની આંગળીમાં,

સમય સાથે હું એક સત્ય-અહિંસા,

પ્રામાણિકતાની આંધી ચાલવું છું.


શબ્દોથી જીતના ઝંડા ફરકાઉં છું,

અંતર-આત્માના અરીસામાં,

ખૂદની ઓળખાણ કરવું છું,

રાહ ખોયેલા રહીને હું રાસ્તો બતાવું છું.


ચૂપ રહી સહી લેનાર માનવીના,

હૈયે હું ચિતરાઉં છું,

મનની આગને મારા થકી,

હું દુનિયાભરમાં વિસ્તરાઉ છું.


બોલ ચાલ દોસ્ત,

હું કોણ છું ?

સમજાયું કે નહિ?? 

અરે ! એવી મિસાઈલ છું કે દુશ્મનના,

દિલના દરેક તાર હું પ્રેમથી વગડાઉ છું,


હું કાગળ છું દોસ્ત,

કલમની શ્યાહીથી અંતરમનની ભાવનાઓમાં ભીંજાઉ છું.


Rate this content
Log in