STORYMIRROR

Rutambhara Thakar

Others

3  

Rutambhara Thakar

Others

અન્નપૂર્ણા

અન્નપૂર્ણા

1 min
125

અન્નપૂર્ણા બનીને તું આવી મારી જિંદગીમાં,

પ્રેમ કરવા તે પેટનો મારગ પકડ્યો મારી જિંદગીમાં..!


સમય અને 

સ્વાદને અનુસરીને ભાવતા ભોજનીયા પિરસ્યા મારી જિંદગીમાં,

મારી લાગણીનો રસ્તો સીધો પેટેથી કીધો તેં મારી જિંદગીમાં...!


શું બનાવુંથી માંડીને ભાવ્યું ને એ સવાલે રોજ જ જીવ્યું તે મારી જિંદગીમાં,

નથી કોઈ ફરિયાદ કીધી, ન દીઠો કોઈ રાંધવાનો કંટાળો તે મારી જિંદગીમાં...!


ઠારી મારી પેટની આગને અને કર્યો સંતૃપ્ત મને આ જિંદગીમાં,

કોળીયે કોળીયે નિતરતો દીઠો તારો સ્નેહ ને તૃપ્તિનો ઓડકાર ખાધો આ જિંદગીમાં...!


હે મા સાક્ષાત અન્નપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ તું મારી જિંદગીમાં,

તું મારી કુબેરભંડારી, તું જ મારી કોઠારોની ભરનારી બની રાણી મારી જિંદગીમાં...! 


શું કહું પ્રિયે તને ?

 બની સાક્ષાત અન્નપૂર્ણા તું આવી મારી જિંદગીમાં,

તું જ મારી વિશ્વંભરી આવું તવ દ્વારે કહું

ભિક્ષાં દેહી મા તને આ જિંદગીમાં....!


Rate this content
Log in