અંગ્રેજીનો હાઉ
અંગ્રેજીનો હાઉ
અંગ્રેજીમાં લોકોએ ખોટો ઊભો કર્યો ભાઈ હાઉ
આપણી ગાય માતાને અરે તમે કહો છો યાર કાઉ
પીઝા, બર્ગર, ચાઈનીઝનું કરો છો તમે ભાઈ ઈટીંગ
અરે તમે કઢી, રોટલા અને શીરાનું ભૂલ્યાં ખાઉ
સનબાથ, ચડ્ડા પહેરીને કરો છો તમે છબછબિયાં
તળાવ, નદીમાં ધૂબાકા મારીને ભૂલ્યાં તમે નાવુ,
આજને તમે ઠંડા પાણીમાં નવડાવી દીધી છે કેવી ?
આજે, અત્યારે ને હાલને તમે ભાઈ કહો છો નાઉ,
બીયર, વીસ્કી અને કોકાકોલાનું કરો છો ડ્રિંકિંગ
અરે તમે શરબત, લસ્સીનું ભૂલી ગયાં પીણું પાવું,
રોકસોંગ, અંગ્રેજી સોંગમાં રંગાણા છે આજ કેવાં ?
લોકગીત, લગ્નગીત ને મેઘાણીને ભૂલી ગયા ગાવું !
