અંબે મા રમવા આવશે
અંબે મા રમવા આવશે
1 min
357
અંબે મા રમવા આવશે
આવશે આવશે આવશે રે,
અંબે મા ગરબે રમવા આવશે,
કુમકુમ ના પગલા પાડશે રે, પાડશે રે,
મારી અંબે મા રમવા આવશે
ચાચરના ચોકથી ગબ્બરના ગોખથી,
મારે ઘેર રમવા આવશે રે, આવશે રે.
રોજ રોજ હુ નવા શણગાર સજાવુ,
લાલ લાલ ચૂંદડીને ચોખા ચઢાવુ,
રોજ રોજ નવા ગરબા હુ ગવઙાવુ,
પુજન, અર્ચન, આરતી કરાવુ,
રોજ રોજ નવા ભોજન જમાડુ,
પાનના બીડલા રોજ ધરાવુ,
ભકતો સૌઉ ગરબે ઘૂમવા આવશે રે,
મૃદુલ મન ભક્તિ મા લાગશે.
