STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

અમરવેલ

અમરવેલ

1 min
360

સમાજના પ્રતિબંધોના આઝાદ ગુલામ સૌ

જેનું અસ્તિત્વ જ નથી એનાં જ અહીં અંગ સૌ


સંસ્કૃતિના નામે જ પરમ પ્રકૃતિથી દુર

ને સ્વર્ણ-જંજીરોમા જકડાઈને છે દંગ સૌ


આપણાં જ અસલ અસ્તિત્વ થી દૂર આપણે

છે ખબર ખૂબ છતાંયે કરતાં પ્રપંચ સૌ


સુગંધ વગરનાં નકલી ફૂલ જેવા આપણે

પાણીમાંજ પાણીથી પ્યાસી મીન જેવા અંગ સૌ


વેદ-ગીતા-કુરાનના જ્ઞાનનાં ભંડાર આપણે

સ્વથી જ અજ્ઞાન એવા બુઝાયેલા સુરંગ સૌ


ફૂટશે અંકુર એવા આજ એક બીજ આપણે

અગમના એંધાણથીજ આજ છે જીવંત સૌ


"હું" જ છે બાધા એ સત્યથી વાકેફ આપણે

થાય "હું" દૂર તો અહીં જ આપણો આનંદ સૌ


ઉડી રજ મન દર્પણની એવા ચિત આપણે

જાણી સ્વને અને સર્વને આજ થયા દંગ સૌ


સ્નેહ સુધાથી સિંચાયેલી અમરવેલ આપણે

"પરમ" પામશે એવી "પાગલ" અડગ જંગ સૌ


Rate this content
Log in