STORYMIRROR

Anil Dave

Others

4  

Anil Dave

Others

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

1 min
372

અહી મારા હદયની લાગણી ખારી નથી કરવી,

જગતની ભાવનાઓની તરફદારી નથી કરવી.


અહી "ત્રિશુલ"થી "બદલા" હવે તો "શાન"થી લેશે,

પછી "મંઝિલ"ને મારે હવે મારી નથી કરવી.


"શરાબી" "ડોન" પણ "પુકાર"થી "મજબૂર" કરવો છે,

અને "ખુદ્દાર" સાથે જાત નોધારી નથી કરવી.


હવે મારે જગતની સર્વ માયા છોડવી પણ છે,

ધરમ કે કર્મથી આ જાત ગંધારી નથી કરવી.


હદયનાં ઘાવ મારા કોઈ સમજી પણ નથી શકતું,

પ્રણયનાં દર્દ સાથે કોઈ દિલદારી નથી કરવી. 


Rate this content
Log in