અમે ભારતવાસી
અમે ભારતવાસી
છે અમારો ભારત દેશ મજાનો,
ચહેરા પર સૌની ખુશીઓનો ખજાનો,
તાજમહેલ જેવી અજાયબી આપી સૌને,
મધુર સરગમનું સંગીત સ્પર્શી જાય સૌને,
હોય સોની મહિવાલ કે લૈલા મજનુ,
છતાંય દિલમાં રહીએ સદા ભારતવાસી અમે,
ગુજરાતના ગરબા ને પંજાબના ભાંગડા,
ચણીયાચોળી ને પાઘડી પહેરી ઘૂમતાં અમે,
બદલાતી મોસમનો મિજાજ નવો અલગ અંદાજ,
લીલીછમ વનરાજી વચ્ચે ઘેરાયેલાં અમે,
હિન્દુ, મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મ હોય ભલે અલગ,
ખીચડીમાં ઘીની જેમ જ ભળી જતાં અમે,
હોળીનો ગુલાલ ઊડાડી ગગન કરીએ કેસરિયું,
તહેવારોની મોજમાં જ જીવન માણતા અમે,
જન્મભૂમિ અમારી ને શહીદોની સ્મૃતિ,
ભારતવાસી રહેવામાં જ માનતા અમે.
