અમારું રૂડું અમદાવાદ
અમારું રૂડું અમદાવાદ
અહીં રસ્તે રસ્તે ટોળા છે ને,
ગલી એ ગલી મેળા છે,
અમદાવાદ રૂડું અમારું
મોજીલા માણસોનું અહી કામ છે !
ફાઈવ સ્ટાર હોટેલોના મોટા મોટા ટાવર છે,
પોળમાં નાની ગલી છે ને સોસાયટી પણ મોટી છે,
ક્યાંક નાળે નાળે ઓટલા તો,
ક્યાંક દરવાજે મોટા બગીચા છે,
માણેકચોકની ખાણી પીની અને લાલદરવાજાની ખરીદીમાં ખરી મઝા છે,
ઢાળની પોળ લાંબી અને પુલની નીચે હવેલી છે,
એલિસ બ્રિજનો રસ્તો સુંદર,
સાબરમતીનો અદભૂત વહેણ છે,
બે બિલ્ડીંગ વચ્ચેનો પુલ અહી હયાત રેસીડેન્સી છે,
અડાલજની વાવ અહીં સિદી સૈયદની પણ જાળી છે,
કાંકરિયાનો અદભૂત નજારો એવો
રિવર ફ્રન્ટ પણ ફાઇન છે,
સાયકલ થી લઈને ટ્રેનની સુવિધા,
અને હવે મેટ્રોની પણ સગવડ છે,
એએમટીએસ અને બીઆરટીએસની
શાનદાર સવારી નિરાલી છે,
એસ જી હાઈવે અને રીંગ રોડ પર,
કીટલીઓની બોલાબોલ છે,
ઇસ્કોનના ગાંઠિયા, ઇન્દુબેનના ખાખરા ને રાયપુરના ભજીયા ટનાટન છે,
ભદ્રના કિલ્લાની રાણીના આશીર્વાદ છે,
આ અશ્વાલથી અહમદશાહ બાદશાહ એ બનાવેલા નગરની એક વાત છે,
અહીં રસ્તે રસ્તે ટોળા છે ને,
ગલીએ ગલી મેળા છે,
અમદાવાદ રૂડું અમારું
મોજીલા માણસોનું અહીં કામ છે !
