STORYMIRROR

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

અમારુ બાળ

અમારુ બાળ

1 min
237

મા-બાપ એટલે પ્રભુનું જીવંત રુપ,

બાળક એટલે મા બાપનું  જીવંત સ્વરુપ.

આજ નીખર્યુ છે વહાલસોયુ આભ,

અને વહાલપનો દરિયો.


દરિયાના કિનારે કિનારે ઉઠતો

સાજ અને સૂર એમ અમારા

મનની ઉઠતી વિરહ વેદનાઓ.


મા બાપ થવાના હતા અમોને ઓરતા,

પ્રભુએ કરી અમારી કારમી કસોટી,

પારકા પોતાના કર્યા.


આજ ખોળે બેસાડ્યુ એક સુંદર ફૂલને,

હવે ના કોઈ કહેશો અમોને વાંઝીયા,

હેતના હૈયે ઉછેર્યો છે આ બાગને.


નથી રહયો હવે અમારા જીવનમાં અંધકાર,

વહાલસોયા બાળકે મા-બાપના પૂર્યા કોડ,


આજ ચહેંકી અને મહેંકી ઉઠયો અમારો દરિયો

આ ઘૂંઘવતા સૂર અને સાજની સાથ સાથ.


Rate this content
Log in