અલ્લાદીનનો ચિરાગ
અલ્લાદીનનો ચિરાગ
1 min
157
હવે તો માધવ તમે જનમ લો તો સારું,
હવે જ ખરૂં કામ છે ધરતી પર તમારૂં...!
ફેલાવ્યો છે એક અજાણ્યાં વાયરસે આતંક,
હવે તો દૂર કરો આ હડકંપ...!
નથી જીરવાતી આ અદમ્ય વેદનાઓ અને ચીસો,
તમારાં જ છોરું છીએ આવીને તમારી જ ધરતીને,
હવે નવેસરથી સીંચો...!
તમે ના આવી શકો તો મોકલો
અલ્લાદીનનો ચિરાગ,
આજકાલ તો હવે અલ્જીલાદીનનાં
જિનની કરીએ છીએ માંગ...!
એમાંથી નીકળતું જિન ભગાડશે આ કોરોનાની ભૂતાવળ,
બધાંને હવે આ કોરોનાને ભગાડવાની જ ઉતાવળ...!
