STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

અલગારી બેખુદી

અલગારી બેખુદી

1 min
179

ફૂલોની નાજુક પંખુડીયોમાં વરતારો કોનો,

સુગંધની લહેરખીઓમાં આ અણસારો કોનો !


વસંતની આ મઘમઘતી આબોહવા પછી,

પાનખરમાં ગીત ગાતો આ મૌન નારો કોનો !


કોનું મિલન કોનો વિરહ ને કોની અનુભૂતિ,

મીરાં વગરના મેવાડમાં આ એકતારો કોનો !


અંતર આકાશે ખેંચાયો એક તેજ લિસોટો,

આગ વગર ઝગમગતો આ ઝબકારો કોનો !


આગ લગાડી ગયો એની યાદનો તિખારો,

અંગાર વગર ચમકતો આ ચમકારો કોનો !


મોરલીના નાદે આકાશે ગુંજ્યો શૂન્યસ્વર,

શ્વાસે શ્વાસે નૃત્ય કરતો આ ધબકારો કોનો !


શબ્દોના 'પરમ' મૈખાનામાં અલગારી બેખુદિ,

મારા શાશ્વત 'પાગલ'પનમાં ઈશારો કોનો !


Rate this content
Log in