અજવાળું
અજવાળું
1 min
23.2K
આજ મારે અજવાળું અજવાળું,
ખોટું તે બોલવાને માર્યું છે તાળું,
સતની કેડીમાં ચાલવાની હામ છે,
મારા તે મનમાં સત્કર્મોની ભામ છે,
અસતનું આજ કાઢવું છે મારે ઝાળું
આજ મારે અજવાળું અજવાળું,
સાચું છે બોલવું સાચું સાંભળવું,
જુઠને હમેશા જીવનમાંથી ખાળવું
નીજને પરોપકારમાં હું ઢાળું
આજ મારે અજવાળું અજવાળું.