અજવાળાં કરી લેજો
અજવાળાં કરી લેજો

1 min

23.4K
કરીને દલડું ઝાકમઝોળ અજવાળાં કરી લેજો,
ન આવી જાય કો' વંટોળ, અજવાળાં કરી લેજો.
બધું તો આપણી અંદર જ સર્જનહાર રાખે છે,
કર્યા વિણ બીજે ખાખાખોળ અજવાળાં કરી લેજો.
હશે પિયુ આવવાના, ઘોર અંધારું હશે રાહે,
ત્યાં ફાનસ ફેરવીને ગોળ અજવાળાં કરી લેજો.
વિકટ હો' રાહ કે અંધારું જો ઘેરી વળે મનને,
ને જીવન લાગે ડામાડોળ, અજવાળાં કરી લેજો.
હશે 'સાગર' દિલે હિંમત, હશે ઝગમગતી ઈચ્છાઓ,
તો જીવનમાં ખુશીની છોળ, અજવાળાં કરી લેજો.