અજગરી ભરડો
અજગરી ભરડો
1 min
109
બધું હલબલી ગયું છે, અજગરી ભરડે,
ચિત્ર હા, બદલી ગયું છે, અજગરી ભરડે.
જૂઓ સૂમસામ થઈ ગયા છે રસ્તા,
ન બોલે- ગળી ગયું છે, અજગરી ભરડે !
કહે છે એની ઈચ્છા વિના ન પાંદડુંય ફરકે,
મરણ પણ ભળી ગયું છે, અજગરી ભરડે.
ગગન-તારા- પ્હાડ ખીલી ઊઠ્યાં છે,
મનુજ સાવ છળી ગયું છે, અજગરી ભરડે.