અહંકારના વમળ
અહંકારના વમળ
અહંકારના વમળમાં કોઈ ને કમળ પણ ન દઈ શકો આપ,
જો કોઈ યત્ન કરે સારો તોય કમળ પણ ન દઈ શકો આપ,
જોઉં છું દુનિયા ને દુનિયદારીના અજબ ગજબના ખેલ ને
મનમાં ભર્યો નર્યો મેલ એટલે કમળ પણ ન દઈ શકો આપ,
ને હાથ તો ઘણો ઊંચો થઈ જાય છે કંઈક નવરચના જોઈ
પણ દંભી મનના નકારે એટલે કમળ પણ ન દઈ શકો આપ,
ને શી ખબર શું થઈ જાય અવર ને ઉરેથી અભિનંદન કરતાં
ઉરે ઇર્ષ્યાઝેર નર્યું ભર્યું એટલે કમળ પણ ન દઈ શકો આપ,
છો આપ સર્વ મૂર્ધન્ય, પંડિત ને મહા લેખક, મહા કવિરાજ
હા ! ખરું ! એટલે જ કાન્તાસુત કમળ પણ ન દઈ શકો આપ.
