અધૂરી મુલાકાત
અધૂરી મુલાકાત
1 min
135
વચન આપ્યું તેણે આજે રાતે મળવાનું,
અને હું રાહ જોતો રહી ગયો તેની આવવાની,
વિતાવી દીધી અનેક રાત મેં તેને મળવાના ઈન્તેજારમાં,
આવી નહીં એ કમબખ્ત રાત એને મળવાની,
વચન આપ્યું તેણે આજે રાતે મળવાનું,
મહિનાઓ પછી આવી હકીકત મારી સામે,
જે સાંભળી મને પણ અસહ્ય દુઃખ લાગી આવ્યું,
એવું નહોતું કે એ મને મળવા નહોતી આવી,
અફસોસ કે મારા પ્રેમને એક અકસ્માત નડી ગયો.
