અધૂરી કહાની
અધૂરી કહાની
1 min
227
ક્યારેક આ જિંદગી મજાની લાગે,
ને ક્યારેક એ સફર સજાની લાગે,
દૂરથી તો લાગે એ શાંત બધાને,
નજદીકથી બહુજ તોફાની લાગે,
નિર્ણયો આકરાં લેવા પડે જ્યારે,
સમજણ બધી કામ વિનાની લાગે,
નફો હાથમાં જ હોવા છતાં પણ,
સરવાળે તો થતી નુક્શાની લાગે,
મનનું કદી એ માને જ નહીં,
પણ કરતી એ મનમાની લાગે,
પૂર્ણતા પર પહોંચ્યા પછી પણ,
'સ્તબ્ધ' અધૂરી કહાની લાગે.
