STORYMIRROR

Rutambhara Thakar

Others

3  

Rutambhara Thakar

Others

અડધી ચા

અડધી ચા

1 min
205

દોસ્ત બની તું આવતો ને મોજથી પીવાતી 

અડધી ચા,

સુખ દુઃખ પણ વહેંચી લેતાં

સાથે પીવાતી 

અડધી ચા..!


બે વાત તું કે'તો,

બે બોલ હું કે'તી,

ઠઠ્ઠો કરતાં એકમેકનો પીતા પીતા અડધી ચા..!


ચાની કીટલી બની'તી આપણી દોસ્તીનું સ્થાનક,

એ સ્થાનકને કેમ ભૂલવું જ્યાં પીતા'તાં અડધી ચા..!


ગામગપાટાં- સેરસપાટાં ને જ્યાં ખાધા'તાં ભજીયા ને ગોટા,

બીલ જ્યાં ચૂકવ્યું 'તું 

અડધું પીતા કાયમ જ્યાં અડધી ચા..!


હોય હોળી કે હોય દિવાળી સ્વાદ જીભે જેનો અટક્યો તે અડધી ચા, 

બાકી બ્રહ્માંડનાં અમૃતકળશ પણ પડે ઝાંખા તે આપણી અડધી ચા..!


ઠંડીની મોસમમાં જેણે 

હૂંફની સે પૂરી'તી તે અડધી ચા,

ફૂંકો મારી મારીને 

મોજથી જીભે દાઝી'તી

એ અડધી ચા...!


યાદોનાં ચમકારા થાય મગજમાં

ચાલ ફરીથી માણીએ અડધી ચા,

પીને ઝણઝણીત કરીએ મનનાં તાર મસાલાવાળી

 અડધી ચા..!


ચા તો એક બહાનું હતું તને મળવાનું

એ દોસ્ત, 

બાકી આજે પણ તારી યાદ અપાવે કાયમ આ અડધી ચા..!


પૈમાનાનો નશો તો છે નકામો પણ એજ નશો આપતી આ અડધી ચા,

ચાખો તો જાણો.. બાકી સમરકંદ બુખારા ઓવારી જાવ એવી આ અડધી ચા..!


ચાની ચાહતની મજા જ છે વહેંચીને પીવામાં,

એટલે તો આપલેનો વહેવાર સાચવે છે આ અડધી ચા..!


Rate this content
Log in