STORYMIRROR

Nisha Shah

Others

4  

Nisha Shah

Others

અદ્ભુત મિલન

અદ્ભુત મિલન

1 min
418

કલ્પનાના સમુદ્રમાં જ્યારે શબ્દ પડ્યા,

તો બહાર નીકળ્યા બનીને એક ગઝલ.


ગઝલ જ્યારે ઓતપ્રોત થઈ સૂરોનાં મેળામાં,

તો બની ગઈ એક સુંદર ગીત મીઠું મધુરૂં !


ગીતને શ્રુંગાર મળ્યો વાજિંત્રોનાં ઘરેણાંનો,

તો બની ગયું એક સુરીલુ સંગીત સોહામણું !


સંગીતને મળ્યું શ્રોતાઓની વાહ વાહનું અભિવાદન,

તો બની ગયુ શામે મહેફીલનું એક ગાણું !


સંગીત જ્યારે ગુંજી ઉઠ્યુ મંદિરોને મસ્જિદોમાં,

તો થયું અદભૂત મિલન આત્મા પરમાત્માનું !


Rate this content
Log in