અદા
અદા
1 min
373
એક તાતાતીર શી તારી અદા,
રોજ વહેતા નીર શી તારી અદા,
એ ખુદા, તારી કરામત કેટલી ?
શૂન્યમાં પણ મીર શી તારી અદા,
એ પ્રવાહિત સંચરે રગ રગ મહીં,
ચેતનાના ચીર શી તારી અદા,
પાથરે અજવાસ જગમાં રશ્મિ થઈ,
ભાવ ઊર્જા ધીર શી તારી અદા,
નત કરી મસ્તક નમું નાવિક તને,
જગ તણી તકદીર શી તારી અદા,
રંગ ભરતો ચોતરફ તું અવનવા,
મહેંકતી તસવીર શી તારી અદા,
ઈશ તું ને ઈસુ પણ તું ઓ ખુદા,
ભેદ હણતી હીર શી તારી અદા.
