અબળા નારી
અબળા નારી
જન્મતાં જ કહેવાય છે સાક્ષાત લક્ષ્મી,
તોયે આશા રાખે છે લોકો કુબેરના ભંડારની,
આપવામાં આવે છે અહીં એને મફત કેળવણી,
પણ નથી કરવા દેતાં સ્વતંત્ર ઉજાણી,
એક માત્ર પૂરી કરવા ખુશીને એમની,
ખોદે છે કબર ખુદ પોતાની ખુશીઓની,
પારકાને પોતાના કરવા આપે છે બલિ મમતાની,
ઉડવું પડે છે એણે રૂડો રૂપાળો માળો વીંખી,
કુમારિકા મટી જયાં બને એ સૌભાગ્યવતી,
નિત્ય પીવી પડે છે એની ઝેરની પ્યાલી,
ના હોય સંતાન તો કહેવાય એ વાંઝણી,
જો અવતરે પ્રથમ દીકરી તો કહેવાય અભાગણી,
રહેવું પડે છે હંમેશાં એને નજરકેદમાં એમની,
બાલ્યકાળે પિતા પછી પતિ અને પુત્રની,
હિંમત દાખવી જો બને પુરુષ સમોવડી,
તોયે સદાય રહે છે એના હાથની કઠપૂતળી,
સાંભળ્યુ છે કે આવી ગઈ છે એકવીસમી સદી,
યથાવત છે આજે પણ ત્યાં સ્ત્રીની સ્થિતિ,
ભલે જતી હોય આ દુનિયા બદલાઈ,
શું રહેવું પડશે તોય એને બંધનોમાં બંધાઈ ?
સર કરવા છતાં અનેક સફળતાનાં શિખરો,
શું બની રહેશે એ માત્ર એક અબળા નારી ?
