STORYMIRROR

Shaurya Parmar

Others

3  

Shaurya Parmar

Others

અભણ !

અભણ !

1 min
517


લગન છે જે અંદર,

કંઈક કારણ હશે,


પણ આવું ના થાય,

કંઈક સગપણ હશે,


ઘોડાપૂર આ યાદોનું,

કંઈક વળગણ હશે,


ઝૂકેલી નજરના,

ભારે કામણ હશે,


નિ:શબ્દ હશે પણ,

બોલી પાંપણ હશે,


વિના વાંચે સમજાય,

નેત્ર કેવા અભણ હશે !


Rate this content
Log in