અભિષેક
અભિષેક
1 min
193
શ્રાવણના સરવરીયાની જેમ આ ઉદાસી વરસી છે,
બધું જ છે અહીં પણ ફક્ત એક તારી જ કમી છે !
એક ઝાપટા પછીનો ઉઘાડ બનીને જટ આવ તું,
વરસી છે આંખોમાં ભીના ભીના અવસરની નમી છે !
ઝરણાનો નાદ ઓગળ્યો આભે શ્રાવણની વાદળી બની,
વરસી છે જે યાદ વરસાદ બની એ બહુ ગમી છે !
દિલની ધરા તરડાઈ'તી સૂર્યના કિરણોની હૂંફથી,
આરઝુઓ સળગતી આ શ્રાવણે શાંત થઈ ઠરી છે !
ઈચ્છાઓ લખવાની થીજીને થઈ'તી જે બરફનો પર્વત,
આ શ્રાવણે નેહની નદી નયનોમાં આંસુ બની વહી છે !
'પરમ' શિવની જેમ બેઠો છું ઝેર જુદાઈનું ગટગટાવીને,
શ્રાવણના 'પાગલ' અભિષેકથી હવે ઠંડક મળી છે !
