આયખું
આયખું
1 min
197
હૃદયનાં પિંજરે આ પુરાયું છે આયખું,
ઉડવાને પાંખ ફફડાવી રહ્યું છે આયખું,
મોહ માયાને કોરાણે મૂકી,
આમ વૈરાગ્યને વળગી રહ્યું છે આયખું,
અલખના ઓટલે આરાધના કરવા,
આમ ધૂણી ધખાવી રહ્યું છે આયખું,
સકળ લોકમાં ભ્રમણ કરવા,
આમ જુઓને તરસી રહ્યું છે આયખું,
ગંગાના તીરે પાદ પખાળવા,
આમ જુઓને તડપી રહ્યું છે આયખું.
