આયખાની ગાડી
આયખાની ગાડી
રીસે તો રીસ તારી ખુશીમાં છે,
ભયો ભયો લાગણી મમ અનરાધાર,
આયખાની ગાડી મારી ઊંધી ચાલે,
એને કેમ કરી કરાવું ભવ પાર ?
વાછટ સરીખો તારો નેહ છે,
ને ધેલી સખી માંગું હું મૂશળધાર,
આપે તો રોમ રોમ પ્રસરે ઉજાસ,
ના આપે તો આંસુ ચોધાર.
અંતરથી અંતર તને કરતો અર્પણ,
તારા સ્મિતે ખૂલે બંધ બધા દ્વાર,
આયખાની ગાડી મારી ઊંધી ચાલે,
એને કેમ કરી કરાવું ભવ પાર ?
સુંદરતા ઉરની એવી નીરખીને,
અવની પર પહેરાવ્યો તુજ શિરે તાજ,
માંગુ ના કોઈ રાગ રંગ તણા સપના,
કે થાઉં ના તુજથી નારાજ.
'રંજ' રહે કોઇ ના અસ્તિ કે પ્રાપ્તિનો,
એવો તું કર મુજ ઉદ્ધાર,
આયખાની ગાડી મારી ઊંધી ચાલે,
એને કેમ કરી કરાવું ભવ પાર ?
