આવ્યો આવ્યો વરસાદ....
આવ્યો આવ્યો વરસાદ....
1 min
216
રંગ બદલાયો નભનો,
આવ્યો આવ્યો વરસાદ,
ખૂબ હરખાય ખેડૂતો,
આવ્યો આવ્યો વરસાદ,
કળા કરી નાચે મોર,
આવ્યો આવ્યો વરસાદ,
મંદ મંદ ખીલે પુષ્પો,
આવ્યો આવ્યો વરસાદ,
મેઘધનુષ પથરાય આકાશે,
આવ્યો આવ્યો વરસાદ,
ચીર લીલા ઓઢે ધરતી
આવ્યો આવ્યો વરસાદ,
જણાય બંધન પંખીને,
આવ્યો આવ્યો વરસાદ,
લહેરાય હરિયાળી પ્રકૃતિમાં,
આવ્યો આવ્યો વરસાદ,
વરસે રિમઝિમ રિમઝિમ,
આવ્યો આવ્યો વરસાદ,
હરખાય મારુ મન,
આવ્યો આવ્યો વરસાદ.
