STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આવ્યાં શ્રાદ્ધ

આવ્યાં શ્રાદ્ધ

1 min
233

આ તહેવાર ગયા ને તહેવાર ગયા,

આવ્યાં રૂડાં શ્રાધ્ધનાં દિવસ જો.


ખીર પુરીને, દૂધપાક ને ભજીયા બનાવાય જો,

કાગવાસ નાંખીને પિતૃઓને તૃપ્ત કરાય જો.

પિતૃઓને તૃપ્ત કરાય જો....


સોળ સોળ દિવસ, દાન પૂજન થાય જો,

પિતૃઓની તિથિએ ભજન કીર્તન થાય જો.

ભજન કીર્તન થાય જો...


ભાવનાભર્યા હૈયે પૂર્વજોને યાદ કરાય જો,

બેન, ભાણેજને જમાડીને રાજી કરાય જો.

જમાડીને રાજી કરાય જો....


આ તહેવાર ગયા ને તે તહેવાર ગયા,

આવ્યા રૂડાં શ્રાધ્ધનાં દિવસ જો.(૨)


પિતૃઓને તૃપ્ત કરીને આશિર્વાદ મેળવાય જો,

પિતૃઓના આશીર્વાદ થકી જીવન સુખમય થાય જો.

જીવન સુખમય થાય જો..


આ તહેવાર..

આવ્યાં રૂડાં..


સામગ્રીને રેટ આપો
લોગિન