આવો મારે ઘેર
આવો મારે ઘેર
1 min
13.8K
આવોને ચેહર મા મારે ઘેર,
હુ જોઉ તમારી વાટલડી.
આસોપાલવના તોરણ બાંધ્યા,
આંગણીયે રંગોળી પુરી,
સાગ સીસમના બાજોટ ઢળાવ્યા,
આવીને બીરાજો માવડી.
સુગંધિત ગુલાબ ફુલોની માળા,
ભાવે વધાવુ મા તમને,
કુમકુમ કેસર ને ચંદન ચોખા,
અબીલ ગુલાલ ઉડાડુ માવડી.
ભટ્ટ પરિવાર કરે વિનંતી,
રાખજો તમારા ચરણોમાં માવડી,
કરગરી કહે "ભાવના" ચેહર મા
અમીભરી નજર રાખજો સદાય.