આવો માડીને ભજીએ
આવો માડીને ભજીએ
1 min
165
આવો માડીને ભજી લઈએ,
જીવનને સુધારી લઈએ,
જિંદગીનો ભરોસો ક્યાં છે ?
માટે ચેહર મા ને ભજી લઈએ,
ભાવના સગા ભાવ ખાય છે,
સાચા સગા ચેહર મા જ છે,
આવો માડીને ભજી લઈએ,
ચારેકોર માડી છે એને જાણી લઈએ,
અંતરથી ઓળખી લઈએ,
ચેહર મા ને ઓળખી લઈએ,
ચાલો ખુદને જાણી લઈએ,
જીવન ચેહર મા ને નામ કરીએ.