આવી ઉત્તરાયણ
આવી ઉત્તરાયણ
આવી ઉત્તરાયણ મોજ માણો રે સૈ,
પતંગ દોરા ને ગોગલ્સ પહેરીને ધાબે આવો સૈ.
બોર મોટા, ધોળકા ના જામફળ ખાવો સૈ,
તલના લાડુ ને સીંગની ચીક્કીની મોજ માણો સૈ.
શેરડીના સાંઠા ને ધાબે બેસીને ખાવાની મજા માણો સૈ,
ઉંધીયું, જલેબી ને ગરમ ગરમ પૂરીની જાયફત માણો સૈ.
દાળીયાપાક ને મમરાના લાડું ખાવાનો આનંદ માણો સૈ,
એ કાપ્યો... એ લપેટ રે ની બૂમો પાડતા રે સૈ.
એ ચગ્યો પતંગ આભે મારો ઉડશે ગગનમાં જુવો સૈ,
આ ઉત્તરાયણના ઉત્સવનો આનંદ અનેરો માણી લો સૈ.
એ કાટી રે... એ કાઈપો ને પીપુડી વગાડી ખુશીઓ લૂટો રે સૈ,
લીલી પીળી ને ચાંદરડા ચગશે ને આકાશ આખું રંગીન બને એ જુવો સૈ.
સંધ્યા સમયે ટુક્કલો ઉડાડતાં ને આકાશ દીપમય બનતું જુવો સૈ,
ઉત્તરાયણના આ પર્વમાં મોજમાં રહો નાના મોટેરા સૈ.