STORYMIRROR

VARSHA PRAJAPATI

Others

4  

VARSHA PRAJAPATI

Others

આવી ઉગારો

આવી ઉગારો

1 min
244

બાળક છું હું તમારો, આવી હવે ઉગારો,

જડતો નથી કિનારો, આવી હવે ઉગારો,


લોકો કહે હું લૂંટું, શ્વાસો અહીં સગાના,

કોનો મને સહારો, આવી હવે ઉગારો,


હું પણ છું એક માનવ, ભગવાન કોઈ નથી હું,

થોડું તમે વિચારો, આવી હવે ઉગારો,


શ્વાસો નથી બજારે, પૂરા છે દામ પાસે,

ડૉકટર બન્યો બિચારો, આવી હવે ઉગારો,


માનો ના અમને ભક્ષક, છીએ અમે તો રક્ષક,

છે વાંક કંઈ અમારો, આવી હવે ઉગારો,


ઉભરાય છે સ્મશાનો, ખાલી નથી બજારો,

સમજો હવે ઈશારો, આવી હવે ઉગારો,


કરમાય છે કળીઓ, વેરાન થયો બગીચો,

જીવન ફરી નિખારો, આવી હવે ઉગારો.


Rate this content
Log in