STORYMIRROR

Shaurya Parmar

Others

4  

Shaurya Parmar

Others

આવાસમાં

આવાસમાં

1 min
170

કંઈક ખખડે, ને બારણું ખોલું, 

જે બહાર આવે, તે લખાઈ જાય !


કલમ સાથે, કાગળ હોય, 

લાગણીઓ, લીંપાય જાય,


કોઈક બેશરમ, બહાર આવે, 

શરમાળ હોય, એ સંતાય જાય, 


સ્પંદનો અહીં, ઉછળતાં કૂદતાં, 

જે રહી જાય, તે રિસાય જાય,


ઘણાંખરા, ઓચિંતા આવે, 

કેટલાક સાવ, દટાય જાય,


અમુક મજાનાં, આનંદ રેલાવે, 

અમુકમાં તો, કાળજા કપાય જાય,


"દાસ"ના આવાસમાં, સઘળા સંપથી રહે, 

કોઈ બહાર આવે, ને કવિતા રચાય જાય.


Rate this content
Log in