Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

આતમ ઝરૂખો

આતમ ઝરૂખો

1 min
190

આતમ ઝરૂખે ઉભી રહી ત્યાંતો નિરખ્યા નેણલે નવલા,
આંજી દેતા આજ દીઠાં છે અગમ નિગમના અજવાળા રે !

ટહુકે છે મોર મનડાના કાયાના કાંગરે સહિયર મોરી,
સ્પર્શી રહ્યા મૃદુ સ્પર્શ રૂદિયે મોરપીંછનાં સુંવાળા રે !

યુગોથી ઓઝલમાં હતા એ નિરાકાર રૂપે નાથ મારા સખી,
બંધ નયનોનાં ઝરૂખેથી દીઠાં રૂપ અરૂપી રૂપાળા રે !

સાત સૂરોની પાર સુણ્યો રે સૂર ખામોશ ગેબી આઠમો ને,
રતન આંખોના અમથા અમથા છલકાઈને હરખાણાં રે !

ટહૂકા અનાહતનાં ગુંજી ઉઠ્યા આ મૃત માયાના મહેલમાં,
ને વર્તુળો શક્યતાનાં શાશ્વત ક્ષિતિજોની પાર ફેલાણાં રે !

જન્મો જન્મોનાં ઓગાળીને ઉલેચાણા છે અંતરના અંધારા,
ને અલગારી અગણિત સૂરજભાણ ઉગ્યા ઉગમણાં રે !

શમ્યા સંસારી સઘળા કોલાહલો સાતે શરીરે અચાનક ને
રવ "પરમ" નિરવતના "પાગલ" અંતર પટે રેલાણાં રે !

Rate this content
Log in