આસો
આસો
1 min
60
આવ્યો આસો શરદની કરાવતો પરખ,
દિવાળી નવરાત્રી મોલને ખેતરે હરખ.
ઝાકળ ભીનું પ્રભાત શીતળ હવા લહેર,
વાડીની લોક પંખ ને માલ પર છે મહેર.
સૂર્ય રાશિ મેષ ને ચાંદો અશ્વિની પૂનમે,
બોલાવી રમઝટ રાસગરબા લઇ સનમે.
પૂર્યા દીવા કોડિયે આવી પરબની ટોળી,
મળ્યા મલક માલપુવા મધુ ઘીમાં બોળી.
આવ્યો આસો શરદની કરાવતો પરખ,
લાવ્યો નવ સાલ કારતકે રજત વરખ.
