આસમાનમાં ઊડી લઉં
આસમાનમાં ઊડી લઉં
1 min
209
જંજીરોને તોડી આસમાનમાં ઊડી લઉં,
પગમાં બંધાયેલ બેડીઓને તોડી થોડું જીવી લઉં.
ખબર છે મને કે પાંખ ફેલાવીશ હું જયારે જયારે,
પારધી જરૂર આવશે જાળ ફેંકવા ત્યારે ત્યારે.
ઊડી જઈશ હું સ્વતંત્રતાથી પાંખ ફેલાવી,
ભલે બાંધો મને સાંકળથી કે જાળ બિછાવી.
મક્કમ ઈરાદાથી પાંખ ફેલાવું,
રંગબેરંગી કરતબ બતાવું.
ઊડું આકાશે અને રહું છું જમીન પર,
તમે પણ જીવી લો આવું રાખી ભરોસો પ્રભુ પર.
એકલા રહેશો તો જાળ ફેંકશે લોકો ને તમે ફસાશો,
હશે જો એકતા અને વિશ્વાસ તો દુનિયામાં ચારેકોર ફેલાશો.
શિકારીઓ તો રોજ આવશે જ મારવા,
દોડતો જા ઝઝુમતો જા નાં કરીશ કાંઈ પરવા.
