આશા
આશા
1 min
49
ખોટું નથી આશા રાખવી
આશાની આશાએ બેસવું કરે નિરાશ,
સ્વપ્ન તો ઘણાં જુએ છે રોજ
સાકાર કરે કોઈક જ એવાં વિરલાં,
કોઈ ઇતિહાસ વાંચે ને કોઈ ભણાવે
ઇતિહાસ રચે સાહસવીર,
કોઈક દાણો ખાય ને કોઈક સંઘરે
વાડીયે વાવી વધારે વીરલો ભંડાર,
ખોટું નથી આશા રાખવી
ઉજાળવા આશાને એશ કરવો હરામ.