STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

આશ

આશ

1 min
328

ખારા ખારા દરિયાને એક મીઠી બુંદની પ્યાસ,
આ પહાડને પણ એક રજકણ થવાની આશ !

ખુદ સમેટાઈ ભીતર ઝાંકી શકું એકવાર તો,
અહમ ઓગાળી મુજનેય સરળ થવાની આશ !

પવન થઈ વીંટળાઈ વળો વાયરો બની મને,
સરકી જાવ તોય આ મુઠ્ઠીમાં બાંધવાની આશ !

ને કેમ કરી કરું કેદ આ ખૂશ્બુના ખજાનાને હવે,
જેને અસ્તિતવમાં અમર્યાદ વિસ્તરવાની આશ !

તમે ભલે મને કાળમીંઢ પથ્થરમાં કેદ કરો,
એને શું જેને ઉમ્મીદની કૂંપળ થવાની આશ !

આ 'પરમ' શ્યામ મય જગત આખું નીરખું હવે,
તો 'પાગલ' રાધા થઈ મહારાસમય થવાની આશ !


Rate this content
Log in