આરસામાં
આરસામાં
1 min
231
જોશો ના ચહેરો આરસામાં,
ભલે મળ્યો એ વારસામાં,
જોશો તો જશો શરમાઈ
અને પછી જશો ભરમાઈ,
જોશો તો જશો ફુલાઈ
અને પછી જશો ધરાઈ.
જરૂર થશે એવો પસ્તાવો,
કે કાં કરી ભૂલ આવી.
શોધશો તો નહી મળે વાળ ખોવાએલા,
રહ્યા તે બધા ધોળા ધોવાએલા.
આ બધું જોંઈ,
હું તો ગયો ગભરાઈ.
