આરાધના
આરાધના
1 min
350
હૃદયનાં સ્પંદનોને સાંભળ હે આરાધ્ય, કરૂ હું આરાધના...!
શબ્દોનાં હાર્દને પકડ હે આરાધ્ય,
કરૂ હું આરાધના...!
મનની મનસા કર પૂર્ણ હે આરાધ્ય,
કરૂ હું આરાધના..!
સહજ સિદ્ધિ થાય સાધ્ય હે આરાધ્ય,
કરૂ હું આરાધના...!
નિર્વિકારે ભજુ તુજને હે આરાધ્ય,
કરૂ હું આરાધના...!
છે તુજ નિરાકાર પરબ્રહ્મ હે આરાધ્ય,
કરૂ હું આરાધના..!
ભવોભવનો ફેરો કર પાર હે આરાધ્ય,
કરૂ હું આરાધના...!
મોક્ષવાંચ્છુ તુજથી બનું મોક્ષાર્થી હે આરાધ્ય,
કરૂ હું આરાધના...!
