STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આરાધના

આરાધના

1 min
149

આરાધના કરું નિશદિન માવડી,

સાચી છે મારી સાધના માવડી.


સુખમાં કે દુઃખમાં રટું તારું નામ મા,

હ્રદયનાં ધબકારા તો તું જ છે મા.


ગોરના કુવે તારો વાસ‌ છે માવડી,

મનોકામના પૂર્ણ કરે છે તું માવડી.


આશા ભર્યા ભકતો આવ્યા દ્વારે મા,

ભાવ જોઈને રાજી રાજી થતી મા.


અરજ એક સદાય ભેળી રેહજે મા,

ભાવના ઉપર કૃપા સદાય રાખજે મા.


સામગ્રીને રેટ આપો
લોગિન