આપવા ભગવાન આવે
આપવા ભગવાન આવે
1 min
158
છોને માર્ગમાં તમારા આંધી આવે કે તોફાન આવે,
મહેનત કરતા રહેશો તો આપવા ખુદ ભગવાન આવે,
કાંઈક એવું કરીએ જે ના થવાની ઉમ્મીદ હો બધાને,
અને જો પૂરું કરીએ તો આપણી જાનમાં જાન આવે,
બને એવું કે આપણે આપણો મકસદ ભૂલી ગયા હોઈએ,
અને અચાનક આપણને પણ એ બાબતે ભાન આવે,
ભલે જગત અત્યારે અવગણના કરે આપણી,
બની શકે કે સફળતા પછી એમની ઠેકાણે સાન આવે,
મહેનત વધુ કરશો તો સફળ તમે થશો જ "સંગત"
કેમકે મહેનત લોકો માટે ખુદા તરફથી અઢળક વરદાન આવે.
