STORYMIRROR

kusum kundaria

Others

4  

kusum kundaria

Others

આંસુ

આંસુ

1 min
469

બહેનોનું છે હાથવગું હથિયાર આંસુ,

વીંધી દે સૌને કેવું આ આરપાર આંસુ !


આંસુનો પ્રકાર ના સમજી શકો તમે કદી,

લાગણી, ગુસ્સોને રહસ્યથી ધારદાર આંસુ !


ક્યારેક ગંગાજળ સમ નિર્મળ પણ હોય,

કદી લાચારીથી જો થાય તારતાર આંસુ !


પુરુષો છુપાવી દે સહજતાથી કેવા એને,

પીડ આપે પછી તો આ લગાતાર આંસુ !


વહેવા દો એને ના રોકશો નહિ તો પછી,

એકાંતમાં કનડશે તમને આ વારંવાર આંસુ !


Rate this content
Log in