આંસુ ની કિંમત
આંસુ ની કિંમત
1 min
7.3K
સાચા આંસુઓ કદી નિહાળયા છે ?
આંસુઓ એ હૃદયની ભાવના, લાગણી છે
જેમાં અસહય વેદના હોય છે
અસહય બને ત્યારે પોપચાની બહાર વહે છે અને દિલ હળવુ બને છે
પણ વજનદાર આંસુઓ તો પોપચાંની ભિતર છાના માના તરે છે.
જે અંતરયામી જ ઓળખી શકે
અશ્રુ સાથે જયારે વાતો થતી હોય
કયારેક ડૂમો ભરાઈ જતાં શબ્દો ખૂટી પડે છે ત્યારે જરુરી વાત કહેવાની રહી જાય ત્યારે એ વાત ના બોલ આંસુ પૂરી કરે છે
આંખોથી જે વાત થાય છે
અને સમજાય છે તે કહેવાથી
પણ કયા સમજાય છે ?